નવી દિલ્હી: સાઉથની ટોપ એક્ટ્રેસમાં સામેલ કાજલ અગ્રવાલનું સિંગાપુર મેડમ તુસાદ મ્યૂઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે. જેની જાણકારી ખુદ કાજલે આપી સોશિયલ મીડિયા પર આપી હતી. કાજલ અગ્રવાલ માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણાવી શકાય, કારણ કે તે સાઉથની પ્રથમ એવી એક્ટ્રેસ છે, જેનું વેક્સ સ્ટેચ્યૂ મેડમ તુસાદમાં મૂકવામાં આવ્યું છે. સિંઘમ ફેમ કાજલ અગ્રવાલે પોતાના વેક્સ સ્ટેચ્યૂ સાથે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે સિંગાપુરમાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં વેક્સ સ્ટેચ્યૂ સાથે પોઝ આપતી નજર આવી રહી છે. તસવીર શેર કરીને કાજલે કેપ્શનમાં લખ્યું કે, ‘મને યાદ છે, હું એક બાળક તરીકે મેડમ તુસાદમાં જતી હતી અને તમામ સ્ટેચ્યૂને જોઈને ખૂબજ રોમાંચિત થતી હતી. આ એક શાનદાર જર્ની રહી છે અને એક સારી નોટ પર નવા દાયકાની શરૂઆત કરવાની એક શાનદાર રીત છે. ’ તેમણે વધુમાં લખ્યું કે, ખૂબ મહેનત અને અથાગ પ્રયત્નોથી હું અહીં પહોંચી છું અને આપ સૌની આભારી છું. સિંગાપુરમાં પોતાના સ્ટેચ્યૂના ઉદ્ઘાટન માટે કાજલ પોતાના પરિવાર સાથે પહોંચી હતી. કેટલીક તસવીરોમાં તે તેના માતા પિતા સાથે નજર આવી રહી છે. (સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)