નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની ટી-20 શ્રેણી બાદ વન ડેમાં એકની એક ભૂલનું પુનરાવર્તન કરી રહી છે અને કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહી છે. પ્રથમ વન ડેમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા પર સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.  ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વન ડેમાં નિર્ધારીત સમયમાં ઓવરો પૂરી કરી નહોતી અને ચાર ઓવર પાછળ રહી ગયા હતા. જેને લઈ આસીસીએ મેચ ફીનો 80 ટકા દંડ કર્યો છે.


આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 મુજબ ખેલાડી અને સપોર્ટ સ્ટાફ પર સ્લો ઓવર માટે દંડ લગાવવામાં આવે છે. નિર્ધારીત સમય બાદ ઓવરદીઠ ખેલાડીઓ પર મેચ  ફીનો 20 ટકા દંડ લાગે છે. રિપોર્ટ મુજબ વિરાટ કોહલીએ ભૂલનો સ્વીકાર કરી લીધો કે ટીમ નિર્ધારીત સમયમાં ઓવર પૂરી કરી નહોતી શકી.


ટીમ ઈન્ડિયા પર નિર્ધારીત સમયમાં ઓવર પૂરી ન કરી શકવાનો આરોપ ઓન ફિલ્ડ એમ્પાયર શૉન હેડ તથા લેંગ્ટન લુસેરે ઉપરાંત થર્ડ એમ્પાયર બ્રુસ ઓક્સફોર્ડ અને ચોથા એમ્પાયર ક્રિસ બ્રાઉને લગાવ્યો હતો.

T-20 સીરિઝમાં પણ ભારતીય ટીમને થયો હતો દંડ

આ પહેલા ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી અને પાંચમી ટી-20માં સ્લો ઓવર રેટ માટે મેચ ફીનો ક્રમશઃ 40 અને 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારતે ટી-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઇટવોશ કરી ઇતિહાસ સર્જયો હતો.

INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના

INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે

Auto Expo 2020: હ્યુન્ડાઈએ Tucsonનું અપડેટ વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ