નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મ એક્ટ્રેસ પૂજા ગાંધી પર આરોપ છે કે તે એક હોટલનું બિલ ચૂકવ્યા વગર ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ છે. તેના નામે 4.5 લાખ રૂપિયાનું બિલ બન્યું હતું. તે તમિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ અને બંગાળી સિનેમામાં 50થી વધારે ફિલ્મો કરી ચૂકી છે. આ પ્રથમ ઘટના નથી જ્યારે તે વિવાદમાં આવી હોય.

પૂજા બેંગલુરૂની એક આલિશાન હોટલમાં થોડાક દિવસોથી રોકાઈ હતી. ઘણા દિવસો સુધી હોટલની સુવિધાઓ લીધા બાદ જ્યારે પૂજાને ખબર પડી કે બિલ 4.5 લાખ રૂપિયા થઈ ગયું છે તો તે બિલ ચુકવ્યા વગર જ ત્યાંથી રફૂચક્કર થઈ ગઈ.



હોટલના કર્મચારીઓને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમની નજીકના પોલીસ સ્ટેશનમાં પૂજા ગાંધી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બોલાવતા પૂજાએ 2 લાખ રૂપિયા ચૂકવી દીધા હતાં. પૂજાએ પોલીસને આજીજી કરી હતી કે હોટલના બિલની બાકી નિકળતી રકમ ચૂકવવા માટે તેને થોડો સમય આપવામાં આવે.



હોટલના કર્મચારીઓએ પૂજાની આ વાત માની લીધી છે. જોકે પૂજા કંઈ પહેલીવાર વિવાદમાં નથી ફસાઈએ. વર્ષ 2011માં પ્રોડ્યુસર કિરણ સાથે પૈસાને લઈને વિવાદ થયો હતો. બંનેએ એકબીજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.