રવિવારે ગિબ્સે એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું, મોર્નિંગ, પંખીઓ કલરવ કરી રહ્યા છે તો હું પણ આમ કરું છું. તમારો દિવસ શુભ રહે. ગિબ્સે આ ટ્વિટરની સાથે આલિયા ભટ્ટની એક જીઆઈએફ શેર કરી હતી.
આલિયાના જીઆઈફ શેર કર્યા બાદ ફેન્સે તેને પૂછ્યું શું તમે આલિયાને ઓળખો છો? જેના પર ગિબ્સે જવાબ આપ્યો, મને ખબર નથી કે આ મહિલા કોણ છે પરંતુ આ જીઆઈએફ સારી છે. જે બાદ ફેન્સે ગિબ્સને જણાવ્યું કે, આ મહિલા કોઈ નનહીં પરંતુ આલિયા ભટ્ટ છે. જેના પર ગિબ્સે લખ્યું, મને ખબર નહોતી કે તમે એક એક્ટ્રેસ છો આલિયા પરંતુ આ જીઆઈએફ સારી છે.
આલિયાએ હર્ષલ ગિબ્સને જવાબ આપતા તેણે પણ એક જીઆઈએફ શેર કરી. જેમાં તે એમ્પાયરની ભૂમિકામાં બાઉન્ડ્રીનો ઈશારો કરતી જોવા મળી રહી છે.
અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકમાં ઘૂસી ગઈ કાર, એકનું મોત, જુઓ તસવીરો
પાકિસ્તાનમાં જ ઘેરાયો ઈમરાન, વિપક્ષે કહ્યું- કાશ્મીરની વાત કરતા હતા હવે પીઓકે બચાવવું પણ મુશ્કેલ
ઓટો સેક્ટર મંદીના ભરડામાં, મારુતિ સુઝુકીએ 3000 લોકોની કરી છટણી