106 વર્ષના દાદી સુપરસ્ટાર મહેશ બાબૂને મળવા સેટ પર પહોંચ્યાં, થયા ઇમોશનલ
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂના દક્ષિણમાં જ નહીં પણ દુનિયાભરમાં કરોડો ફેન્સ છે. તેની એક ઝલક પામવા તેના ફેન્સ હંમેશા આતુર રહેતા હોય છે. જ્યારે હાલમાં મહેશ બાબૂની અત્યાર સુધીની સૌથી મોટી ફેન સાથે મુલાકાત થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ બાબૂ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘મહર્ષિ’નું શૂંટિંગ ચાલી રહ્યું છે. આ શૂંટિંગ દરમિયાન તેની મુલાકાત 106 વર્ષના વૃદ્ધ મહિલા પ્રશંસક રેલાંગી સત્યવતી સાથે થઈ હતી. સત્યવતી મોટી ઉંમરના હોવા છતાં મહેશ બાબૂને મળવા માટે હૈદરાબાદથી આવી હતી.
મહેશે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દાદી રેલાંગી સત્યવતી સાથે કરેલી મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. એક્ટર મહેશને મળતી વખતે વૃદ્ધ મહિલા ઇમોશનલ થઈ ગઈ હતી.
દાદીનો પ્રેમ જોઈ મહેશ બાબૂએ તસવીર શેર કરતા લખ્યું કે, ઉંમરને નજરઅંદાજ કરીને આ પ્રકારનો પ્રેમ જોવું એક અદભૂત હોય છે. મારી પેઢી સિવાય અન્ય પેઢી પાસેથી આ રીતે પ્રેમ અને સ્નેહ પામીને ઘણું સારું અનુભવી રહ્યો છું.
તેમણે આગળ લખ્યું કે મારા પ્રશંસકોના પ્રેમ એ મને હંમેશા અભિભૂત કર્યો છે. પરંતુ ખાસ કરીને રાજમંડરીથી મને આશીર્વાદ આપવા આવેલી 106 વર્ષીય દાદી રેલાંગી સત્યવતીની લાગણી મારા હૃદયને સ્પર્શી ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -