20 વર્ષની સજામાં 5 વર્ષ જેલમાં ગાળ્યા બાદ કોર્ટે યુવકને છોડી મુકવાનો આદેશ આપ્યો, જાણો વિગત
હાઈકોર્ટ નોંધ્યું કે, સુપ્રીમ કોર્ટે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 7(એ)ની તપાસ કર્યા બાદ એવું માન્યું છે કે કોઈપણ તબક્કે કોઈપણ કોર્ટમાં કિશોરાવસ્થાનો દાવો ઉઠાવવામાં આવે છે. જસ્ટિસ એ.એમ બદલે ચુકાદામાં જણાવ્યું કે, જો એવું લાગતું હોય કે આવા કેસમાં આરોપીની ઉંમર 18 વર્ષની નથી તઈ તો તે જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) એક્ટ 2000ના લાભો માટે હકદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2016માં તેને એક પુખ્ત આરોપી સાથે 20 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી હતી. નોંધપાત્ર ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે, આ કેસમાં ચુકાદો આવ્યા પછી પણ આરોપી વ્યક્તિ દ્વારા કિશોરાવસ્થાનો દાવો કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ અરજદારના વકીલ શાંતનુ ફણસે દ્વારા ટાંકવામાં આવેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો.
મુંબઈઃ મુકબધિર સગીર પર ગેંગ રેપના આરોપમાં 5 વર્ષ જેલમાં ગાળ્યા બાદ 22 વર્ષીય યુવકને બોમ્બે હાઇકોર્ટે શુક્રવારે છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, 2013માં ઘટના બની ત્યારે અપરાધીની ઉંમર 16 વર્ષ અને 10 મહિના હતી. જુવેનાઈલ એક્ટ મુજબ કોઈપણ ગુનામાં મહત્તમ 3 વર્ષની સજાની જોગવાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -