ફિલ્મમાં શ્રીદેવીના મોતનો સીન બતાવતાં બોની કપૂરે શું કર્યું ? જાણો વિગત
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે શ્રીદેવીની જિંદગી પર આધારિત ફિલ્મ કરી રહી છે, ત્યારે તેણીએ જણાવ્યું કે આ માટે તમારે ફિલ્મ રિલીઝ થશે ત્યાં સુધી રાહ જોવી પડશે. કારણ કે અમે ફિલ્મનું સસ્પેન્સ યથાવત રાખવી માંગીએ છીએ. પ્રિયાએ કહ્યું કે હાલમાં હું એટલું જ કહી શકું કે, હું આ ફિલ્મમાં સુપરસ્ટાર શ્રીદેવીનો રોલ નિભાવી રહી છું.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ આંખ મારીને નેશનલ ક્રશ રહી ચુકેલી પ્રિયા પ્રકાશ વારિયર વર્ષ 2019ની શરૂઆતમાં ફરી એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મનુ ટિઝર રિલીઝ થયું છે. ટિઝર રિલીઝ થયા બાદ તે સોશિયલ મીડિયામાં ફરી ચર્ચામાં છે. ટિઝરમાં જોઈ શકાય છે કે તે સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીનું પાત્ર ભજવી રહી છે.
બીજી તરફ એવી વાતો પણ સામે આવી રહી છે કે આ ફિલ્મ બદલ બોની કપૂરે નિર્માતાને નોટિસ પાઠવી છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવી પર બનેલી આ ફિલ્મને શ્રીદેવીના પરિવારની મંજૂરી વગર બનાવવામાં આવી છે.
પ્રિયા પ્રકાશની હિન્દી ફિલ્મ શ્રીદેવી બંગલોનું ટિઝર તાજેતરમાં જ જાહેર થયું છે. ટિઝરમાં પ્રિયા પ્રકાશ અનેક અંદાજમાં નજરે પડી રહી છે. ફિલ્મમાં તેણીએ પ્રસિદ્ધ અભિનેત્રીનો રોલ નિભાવ્યો છે. જ્યારે ટિઝરના અંતમાં તેણી બાથટબમાં ડૂબીને પડી હોય તેવું બતાવવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -