મુંબઈ: શ્રીદેવી અને બોની કપૂરની લાડકી પુત્રી જાહ્નવી કપૂર અને ખુશી કપૂર હંમેશા સાથે જ જોવા મળતી હોય છે. આ સિવાય જ્યારે પણ તેઓ બન્ને ફોટોગ્રાફર્સને જુએ કે તરત જ ખુશ થઈને પોઝ પણ આપી દે છે. પરંતુ આ વખતે ખુશી પોતાની બહેન સાથે નહીં પરંતુ એક મિસ્ટ્રી બોય સાથે જોવા મળી હતી જેની તસવીરો હાલ સોશિયલ મીડિયમાં વાયરલ થઈ છે.
રવિવારે રાતે ખુશી પોતાના ભાઈ અર્જુન કપૂર અને બહેન અંશુલાને મળવા માટે પહોંચી હતી. જ્યાં ખુશી ‘મિસ્ટ્રી બોય’ સાથે જોવા મળી હતી. તે બોય તેની સાથે ચાલતો જોવા મળ્યો હતો.
આ સિવાય જતાં-જતાં ખુશીએ મિસ્ટ્રી બોયને આવતીકાલે ફરીથી મળી મળીશું તેમ પણ કહ્યું હતું. આ વીડિયો-તસવીરો વાયરલ થયા બાદ દરેક લોકો જાણવા આતુર થયા છે કે આ મિસ્ટ્રી બોય કોણ છે?
મહત્વની વાત એ છે કે, આ મિસ્ટ્રી બોય ખુશીનો બેસ્ટ ફ્રેન્ડ છે અને તે ફ્રેન્ડને લઈને ભાઈ-બહેનને મળવા પહોંચી હતી. બન્ને સાથે ચાલી રહ્યા હતા તે દરમિયાન બન્ને ખુશ જોવા મળ્યાં હતાં.
જાહ્નવી કપૂરની બહેન ખુશી કયા ‘મિસ્ટ્રી બોય’ સાથે જોવા મળી? જાણો કોણ છે આ યુવક?
abpasmita.in
Updated at:
24 Jul 2019 11:15 AM (IST)
રવિવારે રાતે ખુશી પોતાના ભાઈ અર્જુન કપૂર અને બહેન અંશુલાને મળવા માટે પહોંચી હતી. જ્યાં ખુશી ‘મિસ્ટ્રી બોય’ સાથે જોવા મળી હતી. તે બોય તેની સાથે ચાલતો જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -