શ્રીદેવીની અંતિમ યાત્રા માટે જાહેર થયું કાર્ડ, જહાન્વી અને ખુશીનું છે નામ
બુધવારે સવારે 9.30 થી 12.30 સુધી શ્રીદેવીનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે સેલિબ્રેશન ક્લબ લઈ જવાશે. આ ક્લબ તેમના ઘરની પાસે છે. બપોરે 3.30થી 4.30 વચ્ચે વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીના મોતના 72 કલાક બાદ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચી ગયો છે. દુબઇમાં મંગળવારે બપોરે જરૂરી તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ રાતે 9.45ની આસપાસ તેનો પાર્થિવ દેહ મુંબઈ પહોંચ્યો હતો.
કાર્ડમાં સૌથી નીચે કોના તરફથી જાહેર કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ છે. તેમાં શ્રીદેવીની નાની પુત્રી ખુશી, મોટી દીકરી ખુશી અને પતિ બોની કપૂરનું નામ લખવામાં આવ્યું છે. ઉપરાંત સમગ્ર કપૂર પરિવાર અને અય્યપન પરિવાર વતી શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
દુબઈમાં શ્રીદેવીની બોડીના ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે તેનું મોત બાથટબમાં ડૂબી જવાથી થયું. દુબઈના લોકલ મીડિયા રિપોર્ટ્સ મુજબ બાથરૂમમાં નિયંત્રણ ગુમાવી દેવાથી શ્રીદેવી પાણીથી ભરેલા ટબમાં પડી ગઈ હતી અને ડૂબવાથી તેનું મોત થયું. શ્રીદેવી એક પારિવારિક લગ્ન સમારંભમાં હાજરી આપવા પરિવાર સહિત દુબઈ ગઈ હતી.
આ બાબતે પરિવાર વતી એક કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર કાર્યક્રમની જાણકારી આપવામાં આવી છે. કાર્ડમાં સૌથી ઉપર પદ્મશ્રી શ્રીદેવા કપૂર લખવામાં આવ્યું છે. જે પછી શ્રદ્ધાજંલિ સભા અને અંતિમ દર્શનનો ઉલ્લેખ કરી કાર્યક્રમનું વિવરણ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -