આ વ્યક્તિને કારણે શ્રીદેવીને મળ્યું રાજકીય સન્માન
જોકે આ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે નીરવ મોદીના મામલાને દબાવવા માટે જાણીજોઇને શ્રીદેવીના મોતને આટલું મહત્વ આપવામાં આવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેનું મોત દારૂ પીધા પછી બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.
મુંબઈના આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ આરટીઆઇ અરજી ફાઇલ કરી હતી. અરજીના જવાબમાં રાજ્યના સામાન્ય પ્રશાસન વિભાગે કહ્યું કે કોઇપણ વ્યક્તિનો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવાની સત્તા મુખ્યમંત્રી પાસે હોય છે.
નવી દિલ્હીઃ શ્રીદેવીના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાને લઈને વિવાદ ઉભો થયો હતો. આ મામલે એક આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર શ્રીદેવીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
તેના મોત પર ઘણા દિવસો સુધી સસ્પેન્સ ચાલ્યું હતું. પહેલા એવા સમાચાર હતા તે તેનું નિધન કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. પરંતુ પછી આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -