ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે શું કહ્યું, જાણો વિગત
આ સમયે કૈંડિસ પોતાના આંસૂ રોકી શકી નહોતી અને એરપોર્ટથી બહાર આવી રહી હતી ત્યારે રડી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે વોર્નર પોતાના પરિવારની સાથે જે સમયે એરપોર્ટથી બહાર નિકળી રહ્યો હતો ત્યારે તેની સાથે તેની પત્ની કૈંડિસ અને બન્ને પુત્રીઓ પણ હાજર હતી.
હું ક્રિકેટ દ્વારા મારા દેશને સન્માન અપાવવા માંગુ છું. અંતે તેણે કહ્યું હતું કે, એક વાઈસ કેપ્ટન તરીકે તે પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યો છે.
તેણે માફી માંગતા કહ્યું હતું કે, તમામ ઓસ્ટ્રેલિયન નાગરિક છે, પછી ભલે તમે ક્રિકેટના ચાહકો હોય કે ના હોય, હું તમારા બધાની મારા કૃત્યથી દેશની પ્રતિષ્ઠાને થયેલા નુકશાન માટે માફી માંગુ છું.
શનિવારે સિડનીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વોર્નર સતત માફી માંગતો રહ્યો હતો. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ વોર્નર પહેલીવાર મીડિયા સામે આવ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે, ડેવિડ વોર્નરને ક્યારેક કપ્તાન તો નહીં જ બનાવવામાં આવે પણ તેના નામ પર ક્યારેય વિચાર સુદ્ધા નહીં કરવામાં આવે. જોકે આ મામલે અપીલ કરવાનો વોર્નરને અધિકાર છે પરંતુ તે આમ કરશે કે કેમ તે હજી નક્કી નથી.
બોલ ટેમ્પરિંગ મામલે વોર્નરે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સાથે જ તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ વિવાદ બાદ વોર્નરને ઈન્ડિયન પ્રીમિયર લીગની સનરાઈઝ હૈદરાબાદની કેપ્ટન પદેથી પણ હટાવી દેવામાં આવ્યો હતો.
વોર્નરે આશા છે કે, તે 12 મહિનાના પ્રતિબંધ બાદ ફરી એકવાર ઓસ્ટ્રેલિયા માટે રમશે. સાથે જ તેણે કહ્યું હતું કે, મારા મગજમાં ક્યાંક ને ક્યાંક એક વાત તો છે કે એક દિવસ મને મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે, પરંતુ બની શકે કે કદાચ એ દિવસ ક્યારેય આવે જ નહીં.
સિડની: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે બોલ ટેમ્પરિંગ મામલે માફી માંગી લીધી છે. સિડનીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વોર્નરે ભીની આંખે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ન્યૂ લેંન્ડ્સ ટેસ્ટમાં થયેલા બોલ ટેમ્પરિંગને લઈને ખેદ વ્યક્ત કર્યો હતો. જોકે વોર્નરે ક્રિકેટમાંથી નિવૃત્તિની શક્યતાઓ નકારતા શપથ લીધા હતાં કે, તે ઓસ્ટ્રેલિયાના લોકોની માફી માંગવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -