શ્રીદેવીને ડિનર પર લઇ જવા માંગતા હતા બોની કપૂર, વૉશરૂમ ગઇ પણ 15 મિનીટ સુધી બહાર ના આવી
શ્રીદેવીના મોત પર શંકા વ્યક્ત કરાઇ રહી છે, શરૂઆતના રિપોર્ટમાં શ્રીદેવીના મોતનું કારણ કાર્ડિયેક અરેસ્ટ બતાવવામાં આવી રહ્યું છે, બોનીના નાના ભાઇ સંજય કપૂર અનુસાર, શ્રીદેવીને હ્રદયની કોઇ બિમારી ન હતી. આવામાં કૉસ્મેટિક સર્જરી મોત સાથે જોડવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીકરી જાહન્વીના ડેબ્યૂને લઈ શ્રીદેવી સતત ચિંતામાં રહેતી હતી અને તેણે દુબઈમાં શોપિંગ કરવા માટે જ અહીંયા રોકાવાનો નિર્ણય લીધો હતો.
રાતના 11 વાગ્યાની આસપાસ શ્રીદેવી હોટલના રૂમમાં બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. બાથટબમાં જ શ્રીદેવીને કાર્ડિયેક એરેસ્ટ આવી ગયો હતો. શ્રીના શ્વાસોશ્વાસ ફરીથી ચાલુ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં અને પછી તરત જ બોની કપૂર તથા અન્યો તથા અન્ય શ્રીદેવીને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ ગયા હતાં પરંતુ એક્ટ્રેસને બચાવી શકાઈ નહીં. હોસ્પિટલ તંત્રે તરત જ ફોર્માલિટીઝ પૂર્ણ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.
નોંધનીય છે કે, શ્રીદેવી 29 સર્જરી કરાવી ચૂકી છે, એકમાં ગરબડી આવ્યા બાદ ડાયટ પિલ્સ અને એન્ટી દવાઓ લઇ રહી હતી. ફૉરેન્સિક રિપોર્ટ બાદ ડેડબૉડી પરિવારને સોંપવામાં આવશે, પૉસ્ટમોર્ટમ કે અન્ય કોઇ રિપોર્ટમાં કોઇ સંદિગ્ધ મળ્યું તો પાર્થિવ શરીર સોંપવામાં વધુ મોડુ થઇ શકે છે. દુબઇમાં વિદેશી નાગરિકોની કુદરતી મોત પર પણ કાયદાની પ્રૉસેસ પુરી કરવામાં એક-બે દિવસ લાગે છે.
એવી વાત પણ સામે આવી કે, પતિ અને પુત્રીના મુંબઇ પરત આવ્યા બાદ શ્રીદેવી દુબઇની હોટલના રૂમમાં એકલી હતી, મોતના 48 કલાક પહેલા તે બહાર પણ ન હતી નીકળી.
બોની કપૂર શ્રીદેવીને ડિનર પર લઇ જવા ઇચ્છતા હતા અને તે માટે શ્રીદેવી વૉશરૂમમાં ફ્રેશ થવા ગઇ હતી, પણ 15 મિનિટ સુધી બહાર ન નીકળી. પછી જોયુ તો તે બાથટમમાં પડેલી હતી.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું શનિવારે રાત્રે કાર્ડિયેક અરેસ્ટથી નિધન થઇ ગયું, હવે તેના મોતને લઇને અલગ અલગ વાતો સામે આવી રહી છે. એવું કહેવાઇ રહ્યું છે કે તેના પતિ બોની કપૂર તેને સરપ્રાઇઝ આપવા માટે ફરીથી દુબઇ પહોંચ્યા હતા, તે શ્રીદેવીને ડિનર પર લઇ જવા માંગતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -