Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
રાજપીપળા: પોઇચા નર્મદા નદીમાં નહાવા ગયેલા વડોદરાના બે યુવાનોના ડૂબી જવાથી મોત
આ અગાઉ પણ બે વર્ષ પહેલાં આજ કિનારા ઉપર વડોદરા શહેર ના 4 આશાસ્પદ યુવાનો નહાવા પડતા તમામના મૃત્યુ થયા હતા. વહીવટીતંત્ર અવારનવાર લોકોને ઊંડા પાણીમાં નહીં જવા સમજાવે છે. પરંતુ તહેવારના ઉજવણીના ઉત્સાહમાં ભાન ભૂલતા હોય આખરે જાન ગુમાવવાનો વારો આવે છે. અગાઉ પણ નાવિકો એ ચેતવ્યા હોવા છતા પણ યુવાનો નહાવા પડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App36 વર્ષીય અમિત ઘનશ્યામભાઈ ગાંધી અને તેના મિત્ર ભરતભાઈ સુરેશભાઈ ગાંધી નાહવા ગયા હતા. ઓછું પાણી હોય વધુ ઊંડે નહાવા જતા આખરે નદીમાં ડૂબી ગયા હતા જે બાદ સ્થાનિક હોડીના નાવિકોએ બચાવ માટે પ્રયત્ન કર્યા પરંતુ બચાવી શક્યા નથી. જે બાદ રાજપીપળા પોલીસ અને ફાયર બ્રિગેડ ના જવાનોએ આખરે બંને મિત્રોના મૃતદેહો પાણી માંથી બહાર કાઢ્યા હતા.
રાજપીપળા: નર્મદા જિલ્લાના પ્રવાસનધામ બની ચૂકેલા પોઈચા નદી કિનારે ધુળેટીના દિવસે નાહવા પડેલા વડોદરા જિલ્લાનાં પાદરા ના બે યુવાનો ડૂબી જતાં બંનેનું મોત થયું છે. શુક્રવારે ધુળેટી પર્વ પર પાદરા ગામના યુવાનો પોઈચા નર્મદા નદી કિનારે ધુળેટી પર્વ ઉજવવા માટે આવ્યા હતા. તે દરમ્યાન નર્મદા નદીમાં બે યુવાનો નાહવા પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -