✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીનાં આ ભારતીય ટેનિસ સ્ટાર સાથે નક્કી થયેલાં લગ્ન, પછી શું થયું ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 01:22 PM (IST)
1

2

એ વખતે આવેલા અહેવાલ પ્રમાણે શ્રીદેવીની માતાએ અશોક અમૃતરાજ પરિવારનો સામેથી સંપર્ક કર્યો હતો અને અશોકને પણ શ્રીદેવી પસંદ આવી હતી. એ પછી બંનેની સગાઈ નક્કી થઈ હતી પણ છેલ્લી ઘડીએ ગમે તે કારણસર આ સગાઈ થઈ શકી નહોતી.

3

અશોક અમૃતરાજ હાઈડ પાર્ક એન્ટરટેઈનમેન્ટનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) છે અને નેશનલ જીયોગ્રાફિક ફિલ્મ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે કામ કરી ચૂક્યો છે. અશોકની ફિલ્મો લો બજેટ હોય છે પણ તગડી કમાણી કરે છે.

4

શ્રીદેવીએ આ સમાચારને ખોટા ગણાવ્યા હતા અને પોતે અશોક અમૃતરાજને કદી મળી જ નથી તેવો દાવો કર્યો હતો. બીજી તરફ અશોકે કબૂલ્યું હતું કે, તેની શ્રીદેવી સાથે મુલાકાત થઈ હતી અને બંનેએ વાતચીત પણ કરી હતી. અલબત્ત બોની સાથે લગ્ન પછી આ પ્રકરણ સમાપ્ત થયું હતું.

5

વર્તમાન પેઢી માટે અશોક અમૃતરાજ બહુ જાણીતું નામ નથી તેથી તેનો થોડો પરિચય મેળવી લઈએ. અશોક અમૃતરાજ મૂળ ભારતીય અમેરિકન છે. અશોક હોલીવુડનો નિર્માતા છે અને 1985થી અંગ્રેજી ફિલ્મોનું નિર્માણ કરે છે. અત્યાર સુધીમાં તેણે 44 ફિલ્મો બનાવી છે.

6

અશોકે ભારતીય ફિલ્મો પણ બનાવી છે ને તેમાં સૌથી જાણીતી ફિલ્મ જીન્સ છે. ઐશ્વર્યા રાયની પહેલી ફિલ્મનો હીરો પ્રશાંત હતો. આ ફિલ્મ મૂળ તમિલમાં બનાવાયેલી ને પછી હિન્દીમાં પણ જબ કરાઈ હતી. આ સિવાય વાન ડેમની ડબલ ઈમ્પેક્ટ ને નિકોલસ કેજની ઘોસ્ટ રાઈડર પણ અમૃતરાજે બનાવેલી ફિલ્મો છે.

7

અશોક અમૃતરાજ અને શ્રીદેવીની સગાઈની તૈયારીઓ થઈ ગયેલી તેવી વાતો પણ બહાર આવેલી. પછી એવું બહાર આવ્યું કે, શ્રીદેવીએ છેલ્લી ઘડીએ ના પાડી દેતાં સગાઈ ના થઈ શકી. બાકી શ્રીદેવીની માતા તો અશોકને જ પોતાનો જમાઈ બનાવવા માગતી હતી.

8

મુંબઈઃ હિન્દી ફિલ્મોની સુપરસ્ટાર શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યાં પણ તેનું નામ ઘણા પુરૂષો સાથે જોડાયેલું રહ્યું. આ પૈકી સૌથી રસપ્રદ નામ અશોક અમૃતરાજનું હતું અને એક સમયે એવી વાતો પણ બહાર આવેલી કે, બંને પરણી જવાનાં છે.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીનાં આ ભારતીય ટેનિસ સ્ટાર સાથે નક્કી થયેલાં લગ્ન, પછી શું થયું ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.