શાહરૂખની દીકરી સુહાનાનું આ યુવા ભારતીય ક્રિકેટર સાથે છે અફેર ? બંને ખાનગીમાં મળતાં હોવાની ચર્ચા, જાણો વિગત
શુભમન ગિલ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે તેવા ખેલાડીઓમાં એક મનાય છે. તાજેતરમાં રમાયેલા અંડર-19 વર્લ્ડકપમાં શુભમને શાનદાર દેખાવ કરીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેના આધારે જ તેને કોલકાત્તા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી એવી અફવા ચાલી રહી છે કે શાહરૂખ ખાનની દીકરી સુહાના કેકેઆરનાં યુવા બેટ્સમેન શુભમન ગિલને ઘણો જ પસંદ કરે છે અને બંને એક-બીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. આ વર્ષે સુહાના ફક્ત એક જ મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી પણ બંને ખાનગીમાં મળતાં હોવાની ચર્ચા છે.
આ વર્ષે કેકેઆરનાં સહ-માલિક શાહરૂખ ખાન પણ મેદાન પર ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. શૂટિંગમાં વ્યસ્ત હોવા છતા શાહરૂખ ખાન ટીમનો આત્મવિશ્વાસ વધારવા સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. ટીમના દેખાવથી શાહરૂખ ખુશ હતો અને તેણે યુવા ખેલાડીઓની પ્રસંશા કરી હતી.
અલબત્ત શુભમન ગિલ અને સુહાનાનાં અફેરના સમાચારને સમર્થન નથી મળતું અને બંને હજુ સુધી જાહેરમાં સાથે દેખાયાં નથી પણ કોલકાત્તા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ તથા અન્ય સૂત્રો બંને વચ્ચે અફેર હોવાનું કહે છે. આ વર્ષે શુભમને ઘણી જ શાનદાર ઇનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી કાઢી તેથી સુહાના તેનાથી પ્રભાવિત થઈ હતી.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) તો સમાપ્ત થઈ ગઈ પણ આઈપીએલ દરમિયાન થયેલાં અફેર્સની વાતો હજુ બહાર આવ્યા જ કરે છે. આ સિલસિલામાં તાજા અફેરની વાત હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અને કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખ ખાનની દીકરી સુહાનાના અફેરની છે.
સુહાનાને કોલકાતા નાઇટ રાઇડર્સના એક યુવા ક્રિકેટર સાથે અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે અને આ યુવા ક્રિકેટરનું નામ શુભમન ગિલ છે. શુભમન ગિલ આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમ્યો હતો અને એ દરમિયાન તે સુહાનાની નજીક આવ્યો હોવાનું મનાય છે.