મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત વચ્ચે 5 દિવસનું અંતર હતું. લોકોનું માનવું છે કે બંનેના મોતમાં કોઈ સંબંધ છે. જે લોકો દિશાને વર્ષોથી ઓળખતા હતા તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે દિશા આ પ્રકારે તેની જિંદગીનો અંત આણશે. આ સિદ્ધાંત સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ લોકો માની રહ્યા છે. જોકે, ડોક્ટર્સ તેને માનસિક બીમારી સાથે જોડી રહ્યા છે. જોકે બંને કેસમાં અનેક વિવાદિત થિયરી ફરી રહી છે.


સાક્ષીએ કહ્યું કે, દિશા સાલિયાન પર 8 જૂન, 2020ના રોજ મલાડ સ્થિત ફ્લેટમાં બળાત્કાર થયો છે. આ કથિત પ્રત્યક્ષદર્શીએ એક ટીવી ચેનલને જણાવ્યું કે, તે એકટર પણ છે અને મલાડવાળા ફ્લેટ પર રાતે 9 થી 9.30 વાગ્યા વચ્ચે પહોંચ્યા હતા. તેણે ચેનલને જણાવ્યું કે, એક કલાક સુધી તો પાર્ટી સારી રીતે ચાલતી હતી પરંતુ તે બાદ થોડી શંકા હતી. કેટલાક લોકોને છોડીને દિશા સહિત બાકીના લોકો બે બેડરૂમમાં જતા રહ્યા અને અંદરથી લોક લગાવી દીધું. પછી જે થયું તેની કલ્પના પણ નહોતી.

સાક્ષીએ કહ્યું, અવાજ ન સંભળાય તે માટે પાર્ટીમાં લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યું. હું માસ્ટર બેડરૂમમાં બંધ હતો, જ્યારે રોહન રાય અને તેની મંગેતર દિશા બીજા રૂમમાં હતા. થોડીવાર બાદ આ લોકોને બહાર કાઢી મુકવામાં આવ્યા. હું તપાસ એજન્સી સમક્ષ નિવેદન નોંધાવવા તૈયાર છું.

પ્રત્યક્ષદર્શીએ કહ્યું, દિશાના શબને જોયા બાદ રોહન રાય અને તેના મિત્રો બાંદા રેલવે સ્ટેશન તરફ ભાગ્યા અને તેમના ઘરે જતી પહેલી ટ્રેન પકડીને જતા રહ્યા હતા. જો પોલીસ ઈચ્છે તો રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરી શકે છે. દિશાના મોતને લઈ જે થિયરી આપવામાં આવી રહી હતી તેને લઈ સુશાંત સિંહ જાણવા માંગતો હતો કે તેની મેજેનર સાથે શું થયું હતું. આ કારણે તે દુખી હતો. પોતાના મિત્રોને કોલ કરીને હત્યા થવાની શંકા વ્યક્ત કરી હતી. દિશાના માતા-પિતાએ કહ્યું, દિશાને પૈસાની કે અન્ય કોઈ સમસ્યા નહોતી. સુશાંતની જેમ તેની પાસેથી કોઈ નોટ મળી નથી. આ રહસ્ય પરથી પડદો ઉંચકાવવો જોઈએ.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ