અમિતાભ બચ્ચને કોને કહ્યું- ભાઈ સાહેબ-બહનજી પ્લીઝ આટલો પણ અત્યાચાર ન કરો....
થોડા દિવસ પહેલા જ ટ્વિટરના અધિકારીઓ બિગ બીની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ટ્વિટર કેવી રીતે કામ કરે છે તે પણ સમજ્યું હતું. હવે ફરીથી ટ્વિટર એકવાર બિગ બીના નિશાને આવ્યું છે.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમિતાભ બચ્ચનના ફોલોઅર્સ અચાનક જ ઓછાં થયા હતાં. આ પછી તેણે નારાજગી દર્શાવતાં ટ્વિટરને છોડવા વિશે ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટ કરી હતી કે,’ટ્વિટર તમે મારા ફોલોઅર્સ ઘટાડ્યાં છે? આ મજાક છે. હવે તમને છોડીને જવાનો સમય આવી ગયો છે. આ સફર માટે આભાર. આ સમુદ્રમાં અનેક માછલીઓ છે.’
હવે અમિતાભ બચ્ચનને ફરિયાદ છે કે કોઇ ટ્વિટ પબ્લિશ કરીએ છીએ તો તે પબ્લિશ નથી થતી. તેમણે લખ્યું કે,’અરે ટ્વિટર, ભાઇસાહેબ અથવા બહેનજી (ખબર નહીં તેનું જેન્ડર શું છે, આથી બન્ને રીતે સંબોધન કર્યું.) હું કશુંક છાપી રહ્યો છું અને તમે છાપવા નથી દેતાં. અમાં, 2 લાખ ફોલોઅર્સ એક જ દિવસમાં તમે ઓછા કર્યા. હવે તો રહેવા દો યાર. આટલો પણ અત્યાચાર ન કરો.’
નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા જ ટ્વિટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો, પરંતુ ત્યાર બાદ ટ્વિટરની ટીમ બિગ બીને મળવા આવી હતી. જોકે હજુ આ મામલો શાંત નથી પડ્યો. હવે તેમણે ટ્વિટર પર ફરી નારાજગી દર્શાવતી ટ્વિટ કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે આટલો પણ અત્યાચાર ન કરો.