આ હોટ એક્ટ્રેસની આંખમાં થઈ કાયમી ઈજા, હવે ક્યારે નહીં થાય ઠીક
જેક્લિને શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેની આંખોની કીકીની આસપાસનો ભાગ હવે પહેલાં જેવો ગોળ રહ્યો નથી. જોકે આ સાથે જ ખુશીનાં સમાચાર એ છે કે તેની આંખોની રોશનીને કોઇ નુક્શાન થયુ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના બાદ એક ઓનલાઇન પોર્ટલે લખ્યુ હતું કે, જેક્લિનને તુરતંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની આંખોમાંથી નીકળતું લોહી બંધ જ નહોતું થતું. જોકે સામાન્ય ટ્રિટમેન્ટ બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જે બાદ જેક્લિને ફિલ્મો ક્લાઇમેક્સ સીન શૂટ કર્યો હતો પણ તેને આ સીન સનગ્લાસ પહેરીને કર્યો હતો. કારણ કે તેની ઇજા નરી આંખે જોઇ શકાય તેવી હતી.
ફિલ્મનાં પ્રોડ્યુસર રમેશ તુરાનીએ માર્ચ મહિનામાં જ જેક્લિનની ઇજા વિશે જાહેરમાં વાત કરતાં કહ્યું હતું કે, હા આ વાત સાચી છે કે રેસ-3નાં સેટ પર જેક્લિનને સ્ક્વોશ રમતા સમયે ઇજા થઇ હતી. જોકે તે એક સામાન્ય ઇજા હતી. તેને તુંરત જ ડોક્ટર પાસે લઇ જવામાં આવી હતી. જે બાદ થોડ સમય સુધી શૂટિંગ બંધ રાખામાં આવ્યું હતું. જે બાદ તેણે પૂણે 24 માર્ચનાં રોજ સલમાનની દબંગ ટૂરમાં પણ ભાગ લીધો હતો.
હવે આ ઘટનાનાં બે મહિના બાદ જેક્લિન ફર્નાન્ડિઝે તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શરે કરી છે જેમાં તેણે તેની આંખોની ઇજા વિશે વાત કરી છે. આ પોસ્ટમાં તેણે તેની આંખોની ક્લોઝઅપ ઇમેજ શેર કરી છે. સાથે જ તેણે લખ્યું છે કે, 'આ કાયમી ઇજા છે હવે મારી આંખની કીકીની આસપાસનો ગોળ ભાગ પહેલાં જેવો ગોળ નથી રહ્યો પણ હું ભગવાનની આભારી છુ કે હું જોઇ શકુ છું.
નવી દિલ્હીઃ સલમાન ખાન અને જેક્લિન ફર્નાન્ડિસની ફિલ્મ રેસ 3ને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે. પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જેક્લિનની સાથે એક દુર્ઘટના ઘટી હતી જેની જાણકીર જેક્લિને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -