રાજકોટ: કુવાડવા નજીક ટેમ્પો બ્રિજ પરથી નીચે ખાબક્યો, 3ના મોત, 14ને ઈજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jun 2018 07:40 PM (IST)
1
ઘટનાને પગલે ચારથી વધુ એમ્બ્યુલન્સ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકો દોડી આવી યુટિલીટીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી બચાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા યુટિલીટી પુલ પરથી નદીમાં ખાબકી હતી.
2
રાજકોટ: રાજકોટના કુવાડવા ગામ નજીક રામપર બેટી પાસે ટેમ્પો બ્રિજ પરથી ખાબકી જતા 2નાં મોત થયા છે.જ્યારે આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે. રામપર બેટી બ્રિજ પરથી ટેમ્પો નીચે ખાબકી જતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો.
3
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ચાર જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 2થી વધુ લોકોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે.