સોનું નિગમ પછી હવે આ એક્ટ્રેસે અઝાનને ગણાવી સમસ્યા, જાણો શું છે વિવાદ
સોનુ નિગમ પછી કોંગ્રેસ લીડર અહેમદ પટેલે પણ અઝાન વિશે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, અઝાન નમાઝનો મહત્વનો હિસ્સો છે. પરંતુ મોર્ડન ટેક્નોલોજી વાળા આજના સમય લાઉડ સ્પીકર્સ જરૂરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના લીડર વારિસ પઠાણે પણ સુચિત્રાની ટ્વિટની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, સુચિત્રાની ઉંઘ ત્યારે કેમ ખરાબ નહતી થઈ જ્યારે લાઉડસ્પીકરથી અખલાસને મારવાની જાહેરાત કરવામાં આવી હતી? સુચિત્રાની ઉંઘ ત્યારે કેમ ખરાબ નહતી થઈ જ્યારે જુનૈદની મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી? તેમણે કહ્યું હતું કે, સુચિત્રા ચીપ પબ્લિસિટી માટે આવા નિવેદનો કરી રહી છે.
એક યૂઝરે તેને સલાહ આપી છે કે, આ કારણથી સોનુ નિગમે ટ્વિટર છોડ્યું પડ્યું હતું, આ રીતે તેઓ પણ મુશ્કેલીઓને આમંત્રણ જ આપે છે. આ ટ્વિટ પર સુચિત્રાએ જવાબ આપ્યો હતો કે, સોનુની ટ્વિટ પછીથી અઝાનનો અવાજ વધારે મોટો થઈ ગયો છે. આ ખૂબ ખરાબ વાત છે. સોનુંએ પણ એ જ લોકેશનથી ટ્વિટ કર્યું હતું, જ્યાં હું રહું છું. નોંધનીય છે કે સુચિત્રાએ શાહરુખ સાથે 'કભી હાં, કભી ના' ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો.
ત્યાર પછી સુચિત્રાએ ૨૦૦૯માં અઝાન પર લખેલા પોતાના બ્લોગની લિન્ક પણ ટ્વીટર પર શેર કરી હતી. સુચિત્રાએ ટ્વીટર પર લખ્યું કે કોઈપણ અઝાનની વિરૂદ્ધ નથી. હું સવારે જાગું છું જેના પછી પૂજા અને યોગ કરું છું. આ બધાં માટે લાઉડસ્પીકરની જરૂર નથી. સુચિત્રાએ આ ટ્વિટ 22 જુલાઈએ કરી હતી. આ વિશે હવે વિવાદ શરૂ થઈ ગયો છે.
નવી દિલ્હીઃ અઝાન અંગે ફરીથી વિવાદ સર્જાયો છે. ગાયક સોનુ નિગમ પછી હવે અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પણ અઝાનની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સુચિત્રાએ અઝાનને અસભ્ય પણ ગણાવી છે. સુચિત્રાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અઝાન અંગે ટિપ્પણી કરી હતી. તેના પછી હંગામો મચી ગયો છે. સુચિત્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ‘સવારે ૪.૪૫ વાગ્યે ઘરે પહોંચી છું અને કાન ફાટી જાય એવો અઝાનનો અવાજ સાંભળ્યો. જબરદસ્તીથી થોપી દેવાતી ધાર્મિકતાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -