માલદીવ વેકેશનની શાહરૂખ ખાનની દિકરી સુહાનાની ગ્લેમરસ તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jul 2019 06:42 PM (IST)
આ તસવીરમાં સુહાના ખાન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દરિયામાં બોટ પર બેસેલી સુહાના ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ પોઝના વખાણ કરી રહ્યા છે.

મુંબઈ: બોલીવૂડના કિંગ શાહરૂખ ખાન હાલ પરિવાર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. આ વેકેશન પર તેની સાથે પત્ની અને ત્રણેય બાળકો પણ છે. તેમના વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી છે. હવે માલદીવ વેકેશનની સુહાના ખાનની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં સુહાના ખાન ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. દરિયામાં બોટ પર બેસેલી સુહાના ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના આ પોઝના વખાણ કરી રહ્યા છે. શાહરૂખ ખાને પોતે વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. શાહરૂખે સુહાના, આર્યન, અબરામ અને પત્ની ગૌરી સાથે તસવીરો શેર કરી છે. સુહાના હાલમાં જ લંડનની આર્ડિંગલી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ છે. તેની ગ્રેજ્યુએશન સેરેમનીમાં શાહરૂખ અને ગૌરી પણ સામેલ થયા હતા.