વિઠ્ઠલ રાદડિયાના નિધન પર PM મોદીએ કહ્યું, ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Jul 2019 04:23 PM (IST)
પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે.
રાજકોટ: પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ સોમવારે નિધન થયું છે. મંગળવારે એક વાગ્યે જામકંડોરણા ખાતે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવદેહને જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવશે. રાદડિયાનું નિધન થતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા લખ્યું, પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. સદગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે અને શુભેચ્છકો અને પરિવારજનોને આઘાત સહન કરવાનું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના.