નવી દિલ્હીઃ પોપ્યુલર મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે એક નવુ ફિચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.  ફીચરના રોલઆઉટ થયા બાદ યુઝર્સ વોટ્સએપના ડેસ્કટોપ વર્ઝનને ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટ કર્યા વિના પણ ચલાવી શકશે. વોટ્સએપના અપડેટને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfoએ એક નવા ફિચરની જાણકારી આપતા દાવો કર્યો હતો કે વોટ્સએપ એક યુનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ બનાવી રહ્યું છે જે યુઝરને ફોન ઓફ થવાની સ્થિતિમાં પણ કામ કરશે.

વોટ્સએપ વેબ વર્કિંગ પ્રોફેશનલ્સને ખૂબ સુવિધાઓ આપે છે. યુઝર્સ વોટ્સએપ વેબના QR Codeને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરીને પીસી પર ચલાવી શકો છો. પીસી પર વોટ્સએપથી ચેટિંગની સાથે સાથે ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરી શકો છો. વોટ્સએપ વેબને ચાલુ કરવાની સ્થિતિમાં ફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ રાખવો જરૂરી છે.

કોમ્પ્યુટર પર યુઝર વોટ્સએપના એકાઉન્ટને એક સાથે ઓપરેટ કરી શકે છે. બીજા વોટ્સએપ એકાઉન્ટને ચલાવવા માટે યુઝર્સે ઇનકોગ્નિટો મોડ પર સ્વિચ કરવું પડશે. વોટ્સએપ વેબની ફક્ત એક જ ખામી છે કે તેને ચલાવવા માટે ફોનની જરૂર પડે છે. આ સિક્રોનાઇજેશન પ્રોસેસ પર કામ કરે છે. તેનો અર્થ થયો કે વોટ્સએપ વેબ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી યુઝર ફોન ઓન અને ઇન્ટરનેટખથી કનેક્ટ રાખશે. ફોન ઓઉ થવા અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોવા પર વોટ્સએપ વેબ કામ કરવાનું બંધ કરી દે છે.