શાહરૂખની દીકરીએ ગીવેન્ચીનું વ્હાઈટ ટોપ પહેરીને ઉજવ્યો પપ્પાનો બર્થ ડે, ટોપની કિંમત જાણીને ચોંકી જશો
મુંબઈમાં અલીબાગ ખાતે આવેલા તેમના ફાર્મ હાઉસમાં સુહાના માતા ગૌરી, અનન્યા પાંડે અને શનાયા કપુર સાથે જોવા મળી હતી. એ પહેલાં ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે પણ તે જોવા મળી હતી. તેણે ગીવેન્ચી બ્રાન્ડનું વ્હાઈટ ટોપ પહેરીને લોકોમાં આકર્ષણ ઉભું કર્યું હતું. આ ટોપ સ્લીવલેસ છે અને તેની કિંમત રૂપિયા ૫૦,૨૧૯ આંકવામાં આવી રહી છે.
હવે સુહાના ગેટવે ઓફ ઇન્ડિયા પર જોવા મળી હતી જ્યાં તે પિતા શાહરૂખ ખાનની બર્થડે પાર્ટીમાં પરિવાર અને મિત્રો સાથે સામેલ થવા અલીબાગ જઈ રહી હતી. આ સમયે તેની ફેશન સેન્સ જોવા મળી હતી. આ અવસર પર તેણે ગિવેન્ચી (Givenchy)નું ટી શર્ટ પહેર્યું હતું. તેની સાથે વ્હાઈટ કલરનું ડેનિમ શોર્ટ્સ અને સફેદ સ્નીકર્સની સાથે બેલ્ટ પહેર્હાય હતા. સુહાનાનો આ ચિક લુક સસ્તો ન હતો. માત્ર તેના ટી શર્ટની કિંમત 50,200 રૂપિયા હતી. ઉપરાંત તેણે જે અન્ય કપડા પહેર્યા હતા તે પણ ખૂબ જ મોંઘા હતા.
નવી દિલ્હીઃ શાહરૂખ ખાન બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરતા એક્ટર છે. તેનું સંતાન હોવાને કારણે આર્યન, સુહાના અને અબરામ માટે પણ કોઈ વસ્તુ ખરીદવી મુશ્કેલ નથી. તેનું ઉદાહરણ ઘણી વખત સુહાના આપી ચૂકી છે. હાલમાં જ સુહાના સફેદ કલર અને ગોલ્ડન સ્ટ્રેપ્સવાળા જૂતા પહેરેલી જોવા મળી હતી. Giuseppe Zanotti બ્રાન્ડના એ જૂતાની કિંમત 64 હજાર રૂપિયા હતી. કોઈ સામાન્ય વ્યક્તિ માટે આટલી રકમ ખર્ચ કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ એક સ્ટાર કિડ હોવાને કારણે તમે કંઈપણ ખરીદી શકો છો.
મુંબઈની ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં દસમા સુધી ભણીને હાલમાં લંડન ભણવા માટે ગયેલી સુહાના એમ પણ બોલિવૂડ સર્કલમાં પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને મોંઘાદાટ કપડાં માટે જાણીતી સેલિબ્રિટી છે. ગુરુવારે શાહરૂખની બાવનમી બર્થ ડે માટે સુહાનાએ આ ટોપ પહેર્યું હતું.