જૂનાગઢ: મોડીરાતે માતા, બે પુત્રી સહિત 4ની સૂમસામ જગ્યાએ હત્યા, કેવી રીતે કરી હત્યા, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચારેયનાં મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલે લવાયા હતા. જ્યાં ડો. મહિડા, ડો. કરમટા, ડો. પાવટીવાલા અને ડો. ગરીબાની પેનલે પીએમ કર્યુ હતુ. જોકે, મૃતકોનાં પરિવારજનોએ આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પોલીસ અને આગેવાનોની સમજાવટથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ચારેયની અંતિમવિધી કરાઇ હતી.
માનખેત્રાની સીમમાં મહિલા, તેની બે દીકરી અને દીકરાની લાશોને સેપ્ટીક ટેન્કમાં નાંખી સગેવગે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હત્યારાએ સૂમસામ સીમમાં મોડી રાત્રે જ હત્યાને અંજામ આપ્યો હોવાની શક્યતા છે. તેમજ જેમની હત્યા કરાઈ છે તે સૂઈ ગયા હોય અને હત્યાને અંજામ આપ્યો હોય તેવી શક્યતા છે. ચારેયના મૃતદેહોનું માંગરોળ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમજ એસપી નિલેશ જાજડીયાની સુચના અને માર્ગદર્શન સાથે એલસીબી પીઆઇ એ.બી.સિસોદીયા અને સ્થાનિક પીએસઆઇ એચ.વી.રાઠોડ તપાસ કરી રહ્યા છે. હત્યાના કેસને સોલ્વ કરવા માટે ડોગ સ્કવોડ, એફએસએલ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતની મદદ લેવાઈ રહી છે.
ચાર જણની હત્યાનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક મહિલાના શાપર વેરાવળ ખાતે રહેતા પિતા દાનાભાઈ પૂંજાભાઈ મેવાડાએ દીકરીના પરિવાર સાથે રહેતા મહેન્દ્ર ઉર્ફ જીકો દેવરાજ પરમાર પર શંકા દર્શવાતી ફરિયાદ નોંધાવી હતી. તે માંગરોળના રૂદલપુર ગામનો વતની છે અને તે મૃતકના પતિ દેવરાજ ગોહેલના ફઇનો દીકરો થાય છે. પરિવાર સાથે છેલ્લા 3 વર્ષથી રહેતો હતો અને ખેતીકામ કરતો હતો. તે હાલ ગુમ છે તેથી તેણે શારદાબેન અને તેના ત્રણ સંતાનોની હત્યા કરી હોવાની શંકા વધી જાય છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં ગઈ કાલે મોડી રાત્રે 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. નિંદ્રાધીન માતા, પુત્ર અને બે પુત્રીઓને કોઈએ બોથડ પદાર્થના ઘા કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી હતી. પંચનામું સહિતની વિધિ પૂર્ણ કરીને તપાસ હાથ ધરી છે. હત્યારાએ ચારેયની લાશ અને હથિયાર સગેવગે કરવા માટે સેપ્ટીક ટેન્કમાં નાખી દીધા હોવાનું બહાર આવ્યું હતું. હત્યા મામલે મૃતકના ફઈ સાસુના દીકરા પર શંકાની સોય તેમના પિતાએ વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી.
માંગરોળના માનખેત્રાની સીમમાં વાડીમાં દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલ પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે રાત્રે નવ થી અઢી વાગ્યાની આસપાસ તેમની પત્ની શારદાબેન (ઉ.વ. 35), પુત્ર ઋત્વિક (ઉ.વ.13), પુત્રી ડોલી (ઉ.વ. 11) અને નેહા (ઉ.વ.7) ની હત્યા કરવામાં આવી હતી. પતિ ફિશરીઝના કવાર્ટર ખાતે નોકરીએ જતાં પત્ની અને બાળકો ઘરે હતા. ચારેયની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -