વધુ એક સ્ટાર કિડ બોલિવૂડમાં મચાવશે ધૂમ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ
અમુક દિવસ પહેલા અહાન શેટ્ટી વિશે વાત કરતા સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે,‘અહાન એક્ટિંગ મામલે મારા કરતા વધુ સારો છે. આ કારણે હું સરખામણી અંગે જરાય ચિંતિત નથી. જો લોકો તેને પસંદ કરશે તો ભાગ્ય ચોક્કસથી તેને સાથ આપશે. તે ટેલેન્ટેડ છે અને તૈયાર છે.’ બોલિવૂડ ડેબ્યૂ પહેલા અહાન પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહી ચૂક્યો છે. તે ઘણીવાર ગર્લફ્રેન્ડ તાનિયા શ્રૉફ સાથે ડેટ પર સ્પોટ થતો રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તેલુગુ લેન્ગવેજ ડ્રામા ફિલ્મમાં લીડ રોલમાં કાર્તિકેય ગુમમાકોન્ડા અને ટીવીની એક્ટ્રેસ પાયલ રાજપૂત જોવા મળ્યા હતા. પાયલ માટે આ પ્રથમ તેલુગુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં પાયલ એવી યુવતીના રોલમાં હોય છે જે હીરોનો ઉપયોગ પોતાની હવસ અને પ્રેમની ભૂખ સંતોષવા માટે કરે છે. ઓરીજનલ ફિલ્મમાં ઘણા કિસિંગ અને બોલ્ડ સીન જોવા મળે છે. માત્ર 1.5 કરોડમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
તેલુગુ ફિલ્મ ‘આરએક્સ 100’ની વાત કરીએ તો આ ફિલ્મ ગામના એક યુવક શિવા પર આધારિત છે. જે ઈંદૂ નામની યુવતીના પ્રેમમાં કરે છે. આ ફિલ્મને અજય ભૂપતિએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં હીરો RX100 બાઈક સાથે ઘણો અટેચ્ડ હોય છે તેથી જ આ ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ હાલમાં બોલિવૂડમાં એન્ટ્રીનો દોર ચાલી રહ્યો છે. હાલમાં જ સામે આવ્યું છે કે સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટીની ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. કહેવાય છે કે, અહાન સાજિદ નાડિયદવાલાની ફિલ્મથી ડેબ્યૂ કરશે. એ કન્ફર્મ થઈ ગયું છે કે અહાન તેલુગુ સુપરહિટ ફિલ્મ RX 100ની હિન્દી રીમેકથી એન્ટ્રી લેવા જઈ રહ્યા છે. આ ફિલ્મ ફુલઓન એક્શન ફિલ્મ છે. હાલમાં જ સુનીલ શેટ્ટીએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -