Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સસ્પેન્સ ખત્મ, આ હોટ એક્ટ્રેસ સાથે શોમાં કમબેક કરશે સુનીલ ગ્રોવર
ખાસ વાત એ છે કે આ બન્ને કપિલ શર્માના ફેમસ શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’ની પણ ક્રિએટિવ ડિરેક્ટર રહી ચૂકી છે. થોડા દિવસો પહેલાં પ્રીતિએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર સુનિલ અને શિલ્પાનો એકસાથે ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટામાં સુનિલ અને શિલ્પા લેપટોપ પર કશું કરતાં હોય તેવું જોવા મળે છે. જે ખૂબ વાઈરલ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ ‘બિગ બોસ’ હાઉસથી બહાર આવ્યા પછી ‘ભાભીજી’ એટલે કે શિલ્પા શિંદેએ એ સ્પષ્ટ કર્યું હતું કે તે હવે કશું નવું કરવા ઇચ્છે છે. ક્રિકેટ કમેન્ટ્રી તેના કરિયર માટે એક નવો વળાંક સાબિત થઇ શકે છે. સુનિલ ગ્રોવર આ પહેલા પણ અનેક શો હોસ્ટ કરી ચૂક્યો છે. નોંધનીય છે કે આ વેબ શોને લિલ ફ્રોડો પ્રોડક્શન્સે પ્રોડ્યુસ કર્યો છે. જેને પ્રીતિ અને નીતિ સિમોસ બહેનો સાથે મળીને ચલાવે છે.
આ શોમાં કોમેડી, ક્રિકેટ અને ગ્લેમર જોવા મળશે. આ શો એક્સ્ટ્રા ઇનિંગ તરીકે બતાવવામાં આવશે. આ શોનો કન્સેપ્ટ સુનિલ અને શિલ્પા શિંદેને ખૂબ જ પસંદ આવ્યો હતો. હાલ શોની ટીમ ક્રિએટિવ પાર્ટ પર કામ કરી રહી છે. જોકે, શો વિશે હજુ કોઇ સત્તાવારજાહેરાત થઈ નથી.
સુનિલ ગ્રોવર ‘બિગ બોસ 11’ની વિનર રહેલી શિલ્પા શિંદે સાથે ક્રિકેટ કોમેડી પર ડિજિટલ શો લઈને આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ શોમાં સુનિલ એકદમ નવા જ અંદાજમાં જોવા મળશે. આઈપીએલ મેચની સિઝનમાં સુનિલ અને શિલ્પા કમેન્ટ્રી કરતાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ શો હોટસ્ટાર પર આવી શકે છે.
નવી દિલ્હીઃ કપિલ શર્મા સાથે થોડા સમય પહેલા સુનીલ ગ્રોવરને વિવાદ થયો હતો. ત્યાર બાદ સુનીલે શો છોડ્યા બાદ શો બંધ પણ થઈ ગયો હો. જોકે હવે પાંચ મહિના બાદ સુનીલ ગ્રોવર ફરી કોમેડીની દુનિયામાં પરત ફરી રહ્યો છે. આ વખતે સુનીલ ગ્રોવર બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદેની સાથે જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -