સુનીલ ગ્રોવરે કપિલ શર્માને આપ્યો વધુ એક ઝાટકો
કપિલ શર્મા આજકાલ પોતાના ખરાબ સ્વાસ્થને લઈને પણ સમાચારમાં છે. કપિલની ટીમે મીડિયાને જણાવ્યું કે, કપિલને બ્લડપ્રેશરની ફરિયાદ હતી જ્યારે તેની બહેને ખુલાસો કર્યો હતો કે કપિલ હાલમાં ડિપ્રેશનમાં ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો અનુસાર કપિલ પહેલા 80 લાખ પ્રતિ એપોસિડ લેતા હતા જે હવે ઘટાડીને 40 લાખ કરી દીધી છે. જ્યારે બીજી બાજુ સુનીલ ગ્રોવર જે પહેલા સાતથી 10 લાખ રૂપિયા પ્રિત એપિસોડ ચાર્જ કરતા હતા તેણે પોતાની ફી વધારીને 40 લાખ સુધી કરી દીધી છે.
હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી કપિલ શર્માને વધુ એક મોટો ઝાટકો લાગશે. સમાચાર છે કે કપિલ શર્માએ પોતાની ફી ઘટાડીને અડધી કરી નાંખી છે જ્યારે સુનીલ ગ્રોવરે પોતાની ફી ડબલ કરી નાંખી છે.
નવી દિલ્હીઃ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફરતાં જ કોમેડિયન કપિલ શર્માના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. સુનીલ ગ્રોવર, અલી અસગર જેવા કલાકાર શો છોડ્યા બાદથી જ કપિલના શોની TRP દિવસેને દિવસે ઘટી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર કપિલનો શો છોડીને ગયા છે ત્યારથી કપિલના શોની ઘટતી ટીઆરપીને લઈને કપિલ શર્મા ખૂબ જ દબાણ અનુભવી રહ્યા છે. કપિલ સુનીલ ગ્રોવરને પરત લાવવના અનેક પ્રયાસ કર્યા પરંતુ સુનીલ ગ્રોવરે પર ન ફરવાનો મક્કમ રીતે નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -