INDvsSL: આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, ટેસ્ટ ક્રિકેટમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઈંડિયા
ત્યારની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ બદલાઈ છે. યુવા અને આક્રમક કોહલી હવે પરિપક્વ કેપ્ટન બની ગયો છે જેની આગેવાનીમાં ટીમે 2016-17ના સત્રમાં વેસ્ટઈંડિઝ, ન્યુઝિલેંડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 17 ટેસ્ટ મેચોમાંથી 12માં જીત મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી એન્ડ કંપની 2015માં ગોલ અંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મળેલી હારનો બદલો ચૂકવવા માટે તૈયાર રહેશે. ત્યારે ભારતીય ટીમ ચોથા દિવસે 176 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા 112 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
સ્પિનર આર. અશ્વિન શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઉતરતા જ 50 ટેસ્ટ રમનાર બોલર બની જશે. અશ્વિને 49 ટેસ્ટ મેચમાં 275 વિકેટ ઝડપી છે. અશ્વિન માટે શ્રીલંકાનું મેદાન ઘણું સફળ રહ્યું છે. ગત વર્ષે 2015ના પ્રવાસમાં ગોલમાં અશ્વિને 10 વિકેટ ઝડપી હતી. અશ્વિન 27 વખત પાંચ વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે જ્યારે સાત વખત તેણે 10 વિકેટ ઝડપી છે.
આ એજ સ્થળ છે જ્યાં ભારતનો બે વર્ષ પહેલા શરમજનક પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેના પછી ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિશ્વની નંબર વન ટીમ બની હતી.
ગૉલ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની આજે પહેલી મેચ રમાશે. આ મુકાબલો ગૉલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે સવારે 10 કલાકે શરૂ થશે. ભારતે 1985થી અત્યાર સુધી શ્રીલંકામાં 21 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ભારતને માત્ર છ ટેસ્ટ મેચમાં જ જીત મળી છે. ગત શ્રીલંકા પ્રવાસે ભારતે 2-1થી સીરિઝ જીતી હતી. જે ભારતને 22 વર્ષ બાદ મળેલી જીત હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -