લોકપ્રિયતા જ નહીં, કમાણીના મામલે પણ કપિલ શર્માથી પાછળ નથી સુનીલ ગ્રોવર!

જ્યારે સુનીલ ગ્રોવર એક શો માટે 5-7 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે કોઈ ફંક્શનનો ભાગ બનવા માટે સુનીલ 10થી 12 લાખ રૂપિયાની ફી લે છે.
બિઝનેસ વર્લ્ડના અહેવાલ અનુસાર કપિલ પોતાના એક શો માટે અંદાજે 55-90 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.
જ્યારે બિઝનેસ વર્લ્ડ અનુસાર સુનીલ ગ્રોવરની કમાણી પણ કપિલ શર્મા જેટલી જ છે અને તેની વાર્ષિક કમાણી પણ અંદાજે 30 કરોડ રૂપિયાની આસપાસ છે.
વિતેલા વર્ષે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા કોમેડિયનની યાદીમાં કપિલ 11માં નંબર પર હતા. ફોર્બ્સની યાદી અનુસાર કપિલ શર્માની વાર્ષિક કમાણી 30 કરોડ રૂપિયા છે.
હાલમાં કપિલ શર્મા, સુનીલ ગ્રોવરની સાથે થયેલ ઝઘડાને કારણે સમાચારમાં છે. જોકે, મળતા અહેવાલ અનુસાર બન્નેએ ફરીથી એક સાથે કામ કરવાની શરૂ કર્યું છે. પરંતુ તમને જણાવીએ કે, માત્ર લોકપ્રિયતા જ નહીં પરંતુ કમાણીના મામલે પણ સુનીલ ગ્રોવર કપિલ શર્માથી પાછળ નથી.