મોસ્કોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભારત રશિયાના પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે તેની સાથે મળીને કામ કરશે. સંસાધનોથી ભરપૂર ક્ષેત્રના વિકાસ માટે એક અબજ ડોલરની લોનની સુવિધાની વડાપ્રધાને જાહેરાત કરી હતી. ઇઇએફના પૂર્ણ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને રશિયાની મિત્રતા ફક્ત રાજધાની શહેરોમાં સરકારી વાતચીત સુધી સિમિત નથી પરંતુ એ લોકો અને નજીકના બિઝનેસ સંબંધોની મિત્રતા  અંગે છે.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં વડાપ્રધાન મોદીએ એક્ટ ફાર ઇસ્ટની નીતિ પણ રજૂ કરી હતી. રશિયાના પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત એક અબજ ડોલરની લોન સુવિધા આપશે. મારી સરકાર એક્ટ ઇસ્ટની નીતિ પર સક્રીયતાથી કામ કરી રહી છે. આ અમારી આર્થિક ફૂટનીતિને એક નવી ઉંચાઇ આપશે.

બે દિવસના રશિયા પ્રવાસ ગયેલા વડાપ્રધાન મોદી રશિયાના પૂર્વ ક્ષેત્રની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તે અહી પુતિન સાથે 20મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન અને પાંચમી પૂર્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લીધો હતો.