મુંબઇઃ બૉલીવુડ સ્ટાર સની દેઓલ અને એક્ટ્રેસ કરિશ્મા કપૂરના એક કેસમાં 22 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. એટલે કે 22 વર્ષ પહેલા 1997માં બન્નેએ રેલવેની ચેન ખેંચી હતી. અજમેર રેલવે ડિવીઝને આ મામલે કેસ કર્યો હતો ત્યારે ફિલ્મનુ શૂટિંગ ચાલી રહ્યું હતુ. આ કેસમાં બન્નેને મોટી રાહત મળી છે.

મામલો એવો છે કે, 1997માં સની દેઓલ અને કરિશ્મા કપૂર ઉપર એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રેલવે ચેન ખેંચવાનો આરોપ લાગ્યો હતો, બાદમાં કેસ નોંધાયો હતો. રેલવે કોર્ટે સપ્ટેમ્બરે રેલવે અધિનિયમની કલમ 141, 145, 146 અને 147 અંતર્ગત બન્નેને દોષી ઠેરવ્યા હતા.



જોકે, ન્યાયાધીશ પવન કુમારે શુક્રવારે એવો તર્ક આપ્યો કે રેલવે કોર્ટે બન્ને આરોપીઓને તે કલમો અંતર્ગત દોષી ઠેરવ્યા છે, જેને સત્ર ન્યાયાલયે 2010માં નિરસ્ત કરી દીધી હતી. સાથે બન્ને વિરુદ્ધ પર્યાપ્ત સબુતો પણ નથી. એટલે હવે બન્ને કલાકારોને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે.