હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કરણ દેઓલ હાર્ડ એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં તે મસક્યૂલર બૉડી બનાવવા ટાયર પર હથોડા મારી રહ્યો છે. કરણ દેઓલના આ વીડિયોને શેર થયાના કલાકોમાં જ હજારો લોકો જોઇ ચૂક્યા છે. આની સાથે કરણ દેઓલની મસક્લૂયર બૉડીના ફેન્સ દીવાના પણ થઇ ગયા છે.
નોંધનીય છે કે, કરણ દેઓલે ખુદ આ વીડિયોને સોશ્યલ મીડિયામાં શેર નથી કર્યો, પણ તેના દાદા એટલે કે ફિલ્મ નિર્માતા ધર્મેન્દ્રએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૉસ્ટ કર્યો છે. કરણનો આ વીડિયો દેઓલ પરિવારના ફાર્મ હાઉસમાં શૂટ કરવામાં આવ્યો છે.
ધર્મેન્દ્રેએ આ વીડિયોને શેર કરતાં લખ્યુ છે કે, 'કરણ બિલકુલ પોતાના પિતાના જેવો જ છે, ભાગવાન તેને આશીર્વાદ આપે, બહુ જ પ્રેમ આપે.... જીવતો રહે, ખુશ રહે..'