નવી દિલ્હીઃ દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલે પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ખાસ ગિફ્ટ આપી છે. ગૂગલે એન્ડ્રોઇડનું નેક્સ્ટ વર્ઝન રિલીઝ કરી દીધુ છે, જેનું Android Q છે.
ગૂગલે હાલ Android Qનું ફર્સ્ટ બીટા રિલીઝ કર્યુ છે, અને પુરેપુરુ I/O કૉન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે. Android Qમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જોકે, હજુ સુધી યૂઝર ફોક્સ્ડ નથી. આને હાલમાં ડેવલપરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યુ છે.
[gallery ids="383279"]
ગૂગલે Android Qમાં કેટલાક નવા ફિચર્સ આપ્યા છે, જેમાં ફૉલ્ડેબલ સ્માર્ટફોન સપોર્ટ, થીમ્સ, બેસ્ટ વાઇફાઇ કનેક્ટિવિટી, લૉકેશન શેરિંગ, પૉટ્રેટ ઇફેક્ટ સામેલ છે.