નવી દિલ્હીઃ આઈટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ 52,750 કરોડ રૂપિયાના શેર અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન કર્યા છે. પ્રેમજીના આ પગલાંથી શેરોને થનારો ફાયદો ફાઉન્ડેશન સાથે સંકળાયેલી ગતિવિધિ માટે ઉપયોગ કરવામાં આવશે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે અજીમ પ્રેમજી 18.6 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના બીજા સૌથી મોટા ધનિક છે.

ફાઉન્ડેશન દ્વારા બુધવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, અઝીમ પ્રેમજીએ તેમની અંગત સંપત્તિનું વધારેમાં વધારે દાન કરી તેને સામાજિક કામમાં વાપરવા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા વધારી છે. જેનાથી અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને પરોપકારના કાર્યમાં સહયોગ મળશે. પ્રેમજી દ્વારા પરોપકારના કાર્ય માટે દાન કરવામાં આવેલી કુલ રકમ 1,45,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જે વિપ્રો લિમિટેડની કુલ સંપત્તિના 67 ટકા જેટલી છે.

વાંચોઃ આતંકી મસૂદ મુદ્દે ચીનના વલણથી ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- જિનપિંગથી ડરે છે મોદી

ફાઉન્ડેશને બેંગલુરુમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની સ્થાપના પણ કરી છે. આ યુનિવર્સિટીનો હેતુ શિક્ષણ સાથે સંકળાયેલા પ્રોફેશનલો તૈયાર કરવાનો છે. ફાઉન્ડેશનના કહેવા મુજબ સ્કૂલ શિક્ષણ પદ્ધતિમાં સુધારો લાવવા જિલ્લા અને રાજ્ય સ્તર પર સંસ્થાઓના નેટવર્કને મજબૂત બનાવવા પર કામ કરવામાં આવે છે.

વાંચોઃ સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ

બિલ ગેટ્સ અને વોરેન બફેટ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ ‘ધ ગિવિંગ પ્લેઝ’ પર હસ્તાક્ષર કરનારા પ્રેમજી પ્રથમ ભારતીય હતા. આ પહેલ અંતર્ગત ધનિકો તેમના ધનમાંથી ઓછામાં ઓછો અડધો હિસ્સો સામાજિક કાર્યો માટે દાન કરે છે. પ્રેમજીને ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘શેવેલિયર ડી લા લીઝન ડી ઑનર’થી પણ નવાજવામાં આવી ચુક્યા છે.

વાંચોઃ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......

જામનગરઃ વાહન ડિટેઇન કરવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે બબાલ, જુઓ વીડિયો



PM મોદી રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે કે નહીં? જુઓ વીડિયો