નવી દિલ્લી: પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચિત અનભિનેત્રી સની લિયોની ફરિ એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેને તેના ચાહકોએ ચર્ચામાં લાવી દિધી છે.


યાહુ ઈંડિયાની લિસ્ટમાં સની લિયોની પીએમ માદી અને સુપરસ્ટાર સલમાન જેવા દિગ્ગજ કલાકારોને પાછળ છોડી વર્ષ 2016ની મોસ્ટ સર્ચ્ડ અભિનેત્રી બની છે. અભિનેત્રી સની લિયોનીને ઈંટરનેટ પર વર્ષ 2016માં સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. સલમાન ખાન નંબર વન મેલ સેલિબ્રીટી બન્યો છે, જેને વર્ષ 2016માં સૌથી વધુ વખત ઈંટરનેટ પર સર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે આ લિસ્ટમાં મેલ સેલિબ્રીટીમાં બીજુ એક નામ પણ ચોંકાવનારૂ છે. તે  છે કોમેડિયન કપિલ શર્મા.

પોતાના લગ્નને લઈને ખાસ ચર્ચામાં રહેલી અભિનેત્રી બિપાશા બાસુને પણ ઈંટરનેટ પર સૌથી વધુ વખત સર્ચ કરવામાં આવી છે. ફિમેલ એક્ટર કેટેગિરીમાં દીપીકા પાદૂકોણને પાછળ છોડી તે બીજા નંબર પર રહી છે. જ્યારે દીપિકા આ લીસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે કેટરિના કૈફ ચોથા નંબર પર છે. યાહુ ઈંડિયા દર વર્ષે ઈયર ઈન રિવ્યૂ લિસ્ટ જાહેર કરે છે.