સાલેમ: તમિલનાડુના સાલેમ ભાજપના યુથવિંગના સેક્રેટરી જેવઆર અરૂણની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી છે. શનિવારે અરૂણ પાસેથી પોલીસને 20.55 લાખની ચલણીનોટો મળી આવતા ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, 'મારા દેશના વિકાસ માટે હું લાંબી લાઈનમાં ઉભો રહેવા તૈયાર છું.' 36 વર્ષીય અરૂણ પીએમ મોદી અને તેમની ડિમોનેટાઈઝેશન ડ્રાઈવ માટે કેમ્પેન કરી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર તેની કારમાંથી 2000 રૂપિયાની 926 નોટો,1 100 રૂપિયાની 1530 નોટો અને 50 રૂપિયાની 1000 નોટો મળી આવી હતી. અમે તેના બેંક અકાઉઁટની વિગતો આપવા માટે પૂરતો સમય આપ્યા છતાં તે આવકનું સાધન બતાવી શક્યો નહોતો. અમે આ પૈસા લઈને જિલ્લા ટ્રેઝરરીમાં ડિપોઝીટ કરાવી દીધા છે. જે બેંકના અધિકારીઓએ આ 2000ની ચલણી નોટો આપી તે અંગે ઈંકમટેક્સ વિભાગ તપાસ કરી રહ્યું છે.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પક્ષે અરૂણને શોકોઝ નોટિસ આપી છે. જો તેનો જવાબ સંતોષકારક નહિ હોય તો તેને પદ પરથી હટાવી દેવામાં આવશે.
જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તમિલિસાઈ સૌદરારાજને કહ્યું છે કે અરૂણને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે.