રિલીઝની સાથે જ ઇન્ટરનેટ પર લીક થઈ આ હોટ એક્ટ્રેસની બાયોપિક...
બોયોપિક સની લિયોનીના જીવન પર બનેલી આ વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે તેણે કઈ રીતે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી અને કેવી રીતે બોલિવૂડમાં સફળતા મેળવી. સની લિયોની ક્યારેય પણ પોતાની લાઈફ વિશે જાહેરમાં વાત કરવામાં સંકોચ અનુભવતી નથી. એટલા માટે જ તેણે પોતાની બાયોપિક માટે હા પાડી દીધી.
સની ઉપરાંત આ વેબ સિરીઝમાં રાજ અર્જુન, સૌજની, કરમવીર લાંબા, બિજય, ગ્રુશા કપૂર જેવા અનેક કલાકારો જોવા મળશે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે સનીએ કઈ મુશ્કેલીઓનો સામનો કરીને આજે બોલિવૂડમાં સફળતા પૂર્વક કામ કરી રહી છે.
જોકે બાયોપિક રિલીઝ થતાની સાથે જ તમિલરોક્સ ડોટ કોમ પર લીક થઈ ગઈ છે. આ જ વેબસાઈટ પર પહેલા નેટફ્લિક્સની વેબસીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ પણ લીક થઈ હતી. જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ કામ કર્યું છે.
નવી દિલ્હીઃ એડલ્ટ સ્ટાર સની લિયોનીની બાયોપિક ‘કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ ઝી 5 પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે, સીખ પરિવાર સાથે સંબંધ ધરાવતી કરણજીત કૌર કેવી રીતે એડલ્ટ સ્ટાર સની લિયોની બની અને જીવમાં તેના સંઘર્ષને બતાવવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે.