મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સની લિયોની તેના જીવન પર બનેલી ડૉક્યૂમેંટ્રી ફિલ્મ મોસ્ટલી સની’ ભારતમાં રીલીઝ ના થાય તેવુ ઈચ્છી રહી છે. 

 

સનીનું માનવું છે કે આ ડૉક્યૂમેંટ્રી ફિલ્મમાં તેની સ્ટોરી પર ન્યાય આપવામાં આવ્યો નથી. આ ડૉક્યૂમેંટ્રી સની લિયોનીના જીવન પર બનેલી છે. જેમાં કેનેડાના સર્નિયા શહેરમાં જન્મેલી કરનજીત કૌર (સની) ના બાળપણથી લઈને લોંસ એંન્જલસ સુધીની સફર ત્યારબાદ તેની બોલીવુડમાં તેની મુખ્ય ફિલ્મોમાં કરિયર શરૂ કરવા સુધીની વાર્તા દર્શાવવામાં આવી છે. જયારે સની લિયોનીનું માનવું છે કે આ ડૉક્યૂમેંટ્રીમાં બીજા કોઈના વિચારો દર્શાવવામાં આવ્યા છે