આ કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમે તમામ ચેરિટીનું સમર્થન કરીએ છે, પરંતુ શ્રેય આપ્યા વગર કોઇપણ કાલાકારની કલાકૃતિ ચોરી કરી અને કોઇ ચેરિટી માટે તેની હરાજી કરવી તે માત્ર ગંદગી છે. ડાબી બાજુ મલિકા ફાર્વેની વાસ્તવિક પેઇન્ટિંગ છે. ત્યારે જમણી બાજુએ સની લિયોનીએ બનાવેલી પઇન્ટિંગ છે.
આ આખી ધટના પર સોની લિયોનીએ મૌન તોડ્યું અને કહ્યું કે, હેલો.. તમને સાચી જાણકારી આપુ છુ મને આ કલાકૃતિની એક ફોટો આપવામાં આવ્યો હતો અને ત્યારે મે આ પેન્ટીંગ કરવાનો નિર્ણય કર્યો. મેં એવો દાવો પણ નથી કર્યો કે તેને બનાવવાનો વિચાર મારો હતો. મેં માત્ર એક ફોટાને જોઈને તેને પસંદ કરીને તેને પેઈન્ટ કરી હતી. તેને ચેરિટી માટે કેન્સર પીડિતોના કામમાં લગાવવામાં આવી રહ્યાં છે.