નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. આની સાથે જ દેશમાં રાજ્યોની સંખ્યા હવે 29થી ઘટીને 28 થઇ ગઇ છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ 7થી વધીને 9 થઇ ગયા છે.

આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ થયો કે હવે જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય રાજ્યો વચ્ચે હવે કોઇ ફરક રહ્યો નથી. જમ્મુ-કાશ્મીરના લોકોને પણ હવે દેશના અન્ય રાજ્યોના જેવા જ અધિકાર મળશે.


નવી વ્યવસ્થાથી શું શું બદલાયુ?

જમ્મુ-કાશ્મીરને દેશના બીજા રાજ્યો કરતાં અલગ ગણાવતો કાયદો ખતમ થઇ જશે, રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ.

જમ્મુ-કાશ્મીરમાં રનવીર પિનલ કૉડની જગ્યાએ હવે ઇન્ડિયન પિનલ કૉડ એટલે કે આઇપીસીની કલમો કામ કરશે.

ગાડીઓ પર રાજ્યના લાલ ઝંડાની જગ્યાએ હવે માત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ જ લહેરાશે.

રાજ્યના 420 લૉકલ કાયદામાંથી હવે માત્ર 136 કાયદા જ બચ્યા છે.

રાજ્યપાલ નહીં પણ હવે ઉપ-રાજ્યપાલનુ પદ હશે.

વિધાનસભા બેઠકોની સંખ્યા હવે 89થી વધીને 114 થઇ જશે.