Ragini MMS Returnsમાં જોવા મળશે આ હોટ એક્ટ્રેસ, કહ્યું- 'ડબલ મઝા કરાવવા આવી રહી છુ'
abpasmita.in | 25 Nov 2019 07:53 AM (IST)
સની લિયોની ફરી એક વખત રાગિની એમએમએસ સીરીઝ સાથે જોડાઈ ગઈ છે.
નવી દિલ્હીઃ સની લિયોનીનું વર્ષ 2014માં આગેલ ગીત ‘બેબી ડોલ’ ખૂબ જ હિટ થયું હતું. આ ગિત ફિલ્મ ‘રાગિની એમએમએસ2’નું હતું. એ જ સની લિયોની ફરી એક વખત રાગિની સીરીઝમાં જોવા મળવાની છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો પણ હવે સામે આવ્યો છે. સની લિયોની ફરી એક વખત રાગિની એમએમએસ સીરીઝ સાથે જોડાઈ ગઈ છે. તેની સાથે જોડાયેલ એક વીડિયો પણ સની લિયોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો શૅર કરતાં જ તેણે લખ્યું છે કે, '#RaginiMMSReturns?? આ શક્ય જ નથી! આ વીડિયોમાં સની કહે છે કે, ‘આટલી ચમક, આટલી ધમક, પણ ખરી મજા ત્યારે આવશે જ્યારે આ ચમકમાં થોડું નમક આવશે.' આ વીડિયોમાં સની વધુમાં કહે છે કે,'આ ચમક અને ધમકની મજા ડબલ કરાવવા હું આવી રહી છું.' ઉલ્લેખનીય છે કે, સની લિયોની વેબ સિરીઝ 'રાગિની એમએમએસ રીટર્ન' માં જોવા મળશે. આ બીજી સીઝન છે. તેમાં વરૂણ સૂદ અને દિવ્યા અગ્રવાલ ભૂમિકા ભજવશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની છેલ્લે 'અર્જુન પટિયાલા'માં જોવા મળી હતી. આ સિવાય તેણે 'મોતીચુર ચકનાચુર' ફિલ્મનું એક આઇટમ નંબર કર્યું છે. તેમજ તેની સાઉથ ફિલ્મ વીરમાદેવી પર તે હાલમાં કામ કરી રહી છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 28 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.