બેંગ્લુરુમાં સની લિયોનીના શૉ માટે રાખવામાં આવી શરત, જાણો વિગતે
સની લિયોનીની ઇવેન્ટની માહિતી મળ્યા બાદ કન્નડ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. તેમને સની પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા મોટા પ્રદર્શનની માંગ કરી હતી, પણ હવે કન્નેડ કાર્યકર્તાઓએ એક શરત સાથે ઇવેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમની માંગ છે કે એક્ટ્રેસ કન્નડ ગીતો પર જ પરફોર્મ કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયોજકો અનુસાર, આમાં સનીનું 3 પ્રકારનુ પર્ફોર્મન્સ હશે. જેમાં એક ડાન્સ એક્ટ કન્નેડ ગીતો પર હશે. પણ કૉન્સર્ટ પહેલા જ કન્નડ કાર્યકર્તાઓએ હંગામો કરવાનુ શરૂ કરી દીધુ, તેમને શૉ કરવા પર એક શરત મુકી દીધી.
કર્ણાટકા રક્ષના વેદિકાના પ્રમુખ પ્રવિણ શેટ્ટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમે સની લિયોનીના શહેરમાં પરફોર્મ કરવાના વિરોધમાં નથી, તે કરી શકે છે. પણ અમે ઇચ્છીએ છીએ કે તે કન્નેડને પ્રમૉટ કરવામાં આવે.
બેંગ્લુંરુઃ કર્ણાટકામાં હૉટ અભિનેત્રી સની લિયોનીનો શૉ વિવાદમાં સપડાયો છે. કર્ણાટકાના કન્નડ સંગઠને અભિનેત્રીના 3 નવેમ્બરે યોજાનારી લાઇવ કૉન્સર્ટને જબરદસ્ત વિરોધ કર્યો છે. આ પ્રોગ્રામ રાજ્યના માન્યતા ટેક પાર્કની પાસે આવેલા વ્હાઇટ ઓર્કિડ હૉટલમાં યોજાવવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -