ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાશે આ સ્ટાર બેડમિન્ટન ખેલાડી, જાણો વિગતે
બંનેની મુલાકાત 2005માં થઈ હતી. જ્યાં તેઓ પી.ગોપીચંદ પાસેથી ટ્રેનિંગ લેતા હતા. સાયના 20 મોટા ટાઇટલ જીતીને ભારતીય બેડમિન્ટનની સુપરસ્ટાર બની ગઈ છે. કશ્યપ પણ સારો દેખાવ કરી રહ્યો છે અને એક સમયે વિશ્વ રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર હતો. પરંતુ ઈજાના કારણે તેની રમત પર અસર પડી છે.
બંને ખેલાડીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ બંનેના પરિવારજનો લગ્નની તૈયારી કરી રહ્યા છે. તેમણે લગ્નની તારીખ પણ નક્કી લીધી છે. હૈદરાબાદના રહેવાસી બંને બેડમિન્ટન સ્ટાર એક દાયકાથી રિલેશનશિપમાં હતા અને તેને છુપાવી રાખવામાં સફળ રહ્યા.
નવી દિલ્હીઃ એક દાયકાથી પણ વધારે સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ અને પી કશ્યપ ચાલુ વર્ષના અંતમાં લગ્નના બંધનથી જોડાઈ જશે. લગ્ન 16 ડિસેમ્બરના રોજ થશે અને તેમાં માત્ર 100 લોકો જ સામેલ થશે. લગ્નના 5 દિવસ પછી ભવ્ય રિસેપ્શન યોજવામાં આવશે.
લગ્નના બંધનમાં બંધાતા જ સાયના અને કશ્યપ બેડમિન્ટન ક્ષેત્રના સુપરકપલ ઈન્ડોનેશિયાના સુસી સુસાંતિ અને એલનબુદિકુસામા, ચાઈનાના લિન ડેન અને જી જિંગફેંગ, બ્રિટનના ક્રિસ અને ગેબી એડકોક, ભારતના મધુમિતા ગોસ્વામી-વિક્રમ સિંહ બિષ્ટ, સૈયદ મોદી-અમીતા કુલકર્ણીની શ્રેણીમાં સામેલ થઈ જશે.