ભારતનો સૌથી 'વૃદ્ધ' કેપ્ટન બન્યો મહેન્દ્રસિંહ ધોની, તોડ્યા આ તમામ રેકોર્ડ
ધોની ભારત તરફથી સૌથી મોટી ઉંમરનો કપ્તાન પણ બની ગયો છે. 37 વર્ષ 80 દિવસનો એમ એસ ધોનીએ મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી દીધો છે, તેણે 36 વર્ષ 124 દિવસની ઉંમરમાં ટીમ ઈન્ડીયાની કપ્તાની કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોની કપ્તાન તરીકે 200 વન ડે મેચમાં રમનારો દુનિયાનો ત્રીજો ખેલાડી છે. રિકી પોન્ટિંગે કપ્તાન તરીકે 230 અને સ્ટીફન ફ્લેમિંગને 218 વન ડે મેચ રમી છે. ઓક્ટોબર 2016માં કપ્તાની છોડનાર ધોનીએ 696 દિવસ બાદ એકવાર ફરી કપ્તાનીનું પદ સંભાળ્યું છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરૂદ્ધ મંગળવારે એશિયા કપ મેચમાં બધા લોકો એ સમયે ચોંકી ગયા જ્યારે રોહિત શર્માની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે મેદાન પર ઉતર્યો. ધોનીએ ટોસ માટે મેદાનમાં ઉતરવાની સાથે જ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ તેમની કેપ્ટનશિપ તરીકેની 200મી વનડે અને હતી અને આ વિશેષ ઉપલબ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયા. કપ્તાન તરીકે ધોનીની આ 200મી વન ડે મેચ છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 110 મેચ જીતી છે, અને 74માં હાર મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -