નવી દિલ્હીઃ મદ્રાસ હાઇકોર્ટે સરકારને ચાઇનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટૉક બેન કરવાની માંગ કરી છે. હાઇકોર્ટનું કહેવું છે કે, આ એપ પોર્નોગ્રાફી એટલે કે અશ્લીલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. આ એપ સેલેબ્સની વચ્ચે પણ ખુબ પૉપ્યુલર છે. આ એપ પર સની લિયોનીનો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તાજેતરમાં જ સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર સીરિઝમાં વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તે બૉલીવુડના ફેમસ સોન્ગ પર દેસી ડાન્સ કરી રહી છે. તેની સાથે વીડિયોમાં પતિ ડેનિયલ વેબર પણ ડાન્સ કરી રહ્યો છે.

[gallery ids="390914"]

વીડિયો શેર કરતાં સનીએ લખ્યુ કે, "You know!! Just because we wanted to end the night right with a little dance for you!" વીડિયો ક્લિપમાં સની, કંગના રનૌતના સોન્ગ 'સાડી ગલી' પર ડાન્સ કરી રહી છે.