એક મિનિટના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે, રજનીકાંત જંગલની અંદર આવેલા તળાવમાં એટીવી સાથે જતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ દોરડાની મદદથી ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે અને જંગલમાં સર્વાઈવ થવા માટે અન્ય કેટલીક ડેન્જરસ એક્ટિવિટી કરતાં જોવા મળ્યાં હતાં.
રજનીકાંત તથા બેયર જૂના બ્રીજ પર ચાલતા જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં રજનીકાંત કહે છે કે આ રિયલ એડવેન્ચર છે અને તેઓ પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે સનગ્લાસ પહેરે છે.
આ ટ્રેલરમાં બેયક અને રજનીકાંત ચિતા હાથી અને અન્ય જાનવરો વચ્ચે જંગલમાં ફરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ ટ્રેલરના અન્ય એક સીનમાં રજનીકાંત પુલ પર લટકતા જોવા મળી રહ્યા છે. ટ્રેલરના અંતમાં રજનીકાંત પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ચશ્મા પહેરતા બોલી રહ્યા છે કે આ એક ખૂબ જ સારૂ એડવેન્ચર છે.