રાણા કપૂર પોતાની આલિશાન જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. લંડનમાં તો રાણા કપૂરી અપાર સંપતિ છે જ, પણ સાથે સાથે ભારતમાં પણ અબજો રૂપિયાની સંપતિ ભેગી કરીને રાખી છે. રાણા કપૂરે મુંબઇમાં મુકેશ અંબાણીના એન્ટિલિયાની બાજુમાં 128 કરોડ રૂપિયાનો ભવ્ય અને આલિશાન બંગલો ખરીદ્યો છે, આ વાતની જાણ બહુ ઓછા લોકોને છે.
યશ બેન્કના સંશ્થાપક રાણા કપૂરે વર્ષ 2018માં મુંબઇમાં જમીન ખરીદી હતી અને તેના પર બાદમાં 128 કરોડનો ભવ્ય આલિશાન બંગલો બનાવી દીધો હતો, આ તેના સપનાનો મહેલ પણ છે. બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ પ્રમાણે, આ બંગલો ભારતના 10 સૌથી મોંઘા બંગલામાંનો એક છે. આ બંગલો મુંબઇના પૉશ વિસ્તારમાં ટૉની એલ્ટામાઉન્ટ રૉડ પર આવેલો છે. આ બંગલાનો પહેલાનો માલિકી હક્ક સિટી ગ્રુપની પાસે હતો.
ખાસ વાત એ છે કે, રાણા કપૂરનો આ બંગલો મુકેશ અંબાણીના એન્ટિલિયાની બાજુમાં જ છે. આ બિલ્ડિંગનો કુલ બિલ્ટ અપ એરિયા 14800 વર્ગ ફૂટ છે. રાણા કપૂરે આ બંગલાને પત્ની બિન્દુ અને એક ખાનગી કંપનીના નામ પર ખરીદવામાં આવ્યો છે.