નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 85 રનથી હાર થવાની સાથે જ ભારતનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું. ભારતની 16 વર્ષીય વિસ્ફોટક ઓપનર શેફાલી વર્મા મેચમાં નિષ્ફળ ગઈ હતી. તેણે માત્ર 2 રન જ બનાવ્યા હતા. જેનું નુકસાન તેને આઈસીસી રેન્કિંગમાં થયું છે.
શેફાલી વર્મા નંબર-1થી સીધી જ નંબર-3 પર પહોંચી ગઈ છે. શેફાલી પાસેથી આ સ્થાન ભારત સામે ફાઈનલમાં અણનમ 78 રનની ઈનિંગ રમનારી બેથ મૂનીએ છીનવ્યું છે. મૂની 762 પોઈન્ટ સાથે નંબર 1 પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ 750 પોઈન્ટ સાથે બીજા અને ભારતની શેફાલી વર્મા 744 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
મૂનીએ મહિલા વર્લ્ડકપની 6 ઈનિંગમાં 64ની સરેરાશથી 259 રન બનાવ્યા હતા. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી. મૂની પ્રથમ વખત આઈસીસી વુમન્સ ટી-20 રેન્કિંગમાં ટોપ પર પહોંચી છે. માર્ચ 2018માં તે નંબર નંબર પર પહોંચી હતી.
શેફાલી સિવાય સ્મૃતિ મંધાના 694 પોઈન્ટ સાથે સાતમા અને જેમીમા રોડ્રિગ્સ 643 પોઈન્ટ સાથે નવમા ક્રમે છે. હરમનપ્રીત કૌર 610 પોઈન્ટ સાથે 12મા ક્રમે છે.
મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Mar 2020 03:35 PM (IST)
શેફાલી વર્મા નંબર-1થી સીધી જ નંબર-3 પર પહોંચી ગઈ છે. શેફાલી પાસેથી આ સ્થાન ભારત સામે ફાઈનલમાં અણનમ 78 રનની ઈનિંગ રમનારી બેથ મૂનીએ છીનવ્યું છે.
(ફાઈનલમાં કંગાળ દેખાવનું પરિણામ શેફાલીએ આઈસીસી રેન્કિંગમાં ભોગવવું પડ્યું.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -