આ છે ‘શોલે’ના સૂરમા ભોપાલીની સ્ટાઇલિશ દીકરી, કરી શકે છે બોલિવૂડમાં એન્ટ્રી
હવે આ જ યાદીમાં ફિલ્મ ‘શોલે’માં ‘સુરમા ભોપાલી’ની ભૂમિકા ભજવનાર જગદીપ જાફરીની દીકરી મુસ્કાનનું નામ પણ જોડાઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર તે આવનારા સમયમાં બોલીવૂડ ડેબ્યૂ કરી શકે છે.
મુશ્કાલે કેટલાક ટીવી શો કર્યા છે. હવે તે ગમે ત્યારે બોલીવૂડમાં આવે તેમ છે. મુશ્કાન બોલ્ડનેસની બાબતમાં પણ બિન્દાસ છે. જો તે બોલીવૂડમાં આવશે તો અન્ય અભિનેત્રીઓને પડકાર આપશે.
હાલ મુશ્કાન મોડેલિંગ કરે છે અને સાથે સિંગિંગ અને ડબિંગનું કામ પણ કરે છે. મુશ્કાન ફેશન સેંસ પણ સારી છે.
મુશ્કાન એ જગદીપ જાફરીની બીજી પત્નિ નાઝીમાની દિકરી છે. જ્યારે જાવેદ જાફરી અને નાવેદ જાફરી જગદીપની પહેલી પત્નિના સંતાન છે.
મુંબઈઃ જ્યારે જ્યારે વાત બોલીવુડ કોમેડિયન્સની આવે છે ત્યારે દિમાગમાં જોની લીવર, મેહમૂદ, અસરાની, કાદર ખાન, શક્તિ કપૂર અને સૂરમા ભોપાલીનું નામ આવે છે. આ બધા કોમેડિયન્સે ઇન્ડસ્ટ્રીમાં જોરદાર કામ કર્યું છે અને હવે તેમાંથી કેટલાકના સંતાન પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂક્યા છે.